અમેરિકામાં બાળકો દરરોજ 5 કલાક સરેરાશ મોબાઈલ ફોન પર પસાર કરે છે, જેના કારણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડિપ્રેશનના કેસમાં 150% વધારો થયો છે.
ભારતમાં 10 થી 14 વર્ષની વયજૂથના 83% બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં 7% વધુ છે.

યુનેસ્કો અને ઘણા દેશો સ્કૂલોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરે છે. ફ્રાન્સ અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાં ટીનેજર્સ માટે સ્માર્ટફોન પર પ્રતિબંધ છે.
સ્માર્ટફોનના વધુપડતા ઉપયોગથી કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, ડિપ્રેશન અને આત્મહત્યાના કેસમાં વધારો થયો છે.
કેટલાક નિષ્ણાતો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું, જ્યારે કેટલાક વિડિયો ચેટ જેવી સુવિધાઓને મંજૂરી આપવાનું સૂચવે છે.
બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં બાળકો પર સ્માર્ટફોનની ખરાબ અસરો ઘટાડવા માટે કાયદા ઘડવાની ચર્ચા ચાલી રહી છે.
બ્રિટનમાં 12 વર્ષના બાળકો પણ સ્માર્ટફોન ધરાવે છે.* “સ્માર્ટફોન-ફ્રી ચાઈલ્ડહુડ” જેવા ઘણા ગ્રુપ બન્યા છે જે બાળકોમાં સ્માર્ટફોનની લત ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2022માં પ્રકાશિત મેકાફીના ગ્લોબલ કનેક્ટેડ ફેમિલીઝ સ્ટડી અનુસાર, 10-14 વર્ષની વય જૂથના 83 ટકા ભારતીય બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
યુનેસ્કોના રિપોર્ટમાં કહેવાયું છે કે, સ્કૂલોમાં સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. 2018માં, સ્ટેનફોર્ડ અને ન્યૂયોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ એક મહિના સુધી ફેસબુકથી દૂર રહેવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. પરિણામો દર્શાવે છે કે જે લોકોએ ફેસબુકનો ઉપયોગ કર્યો નહોતો તેઓ વધુ ખુશ અને સામાજિક રીતે જોડાયેલા હતા. ગેલપના એક સર્વે મુજબ, અમેરિકન કિશોરો દિવસમાં 5 કલાક માત્ર સોશિયલ મીડિયા પર વિતાવે છે.
